Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ફરીથી ટીવી શોમાં રૂબીનાની એન્ટ્રી

બિગ બોસની હાલમાં જ ખતમ થયેલી ૧૪મી સિઝનમાં વિજેતા બની ચુકેલી ટીવી અભિનેત્રી રૂબીના દિલૈક અત્યંત ખુશ છે. તેનું ગીત મરજાનિયા પણ યુ-ટ્યુબ પર ખુબ લોકપ્રિય થયુ છે. રૂબીનાના ચાહકોની સંખ્યા પણ સતત વધી ગઇ છે. તેણે ટીવી પરદે શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી થકી ઘર ઘરમાં ઓળખ ઉભી કરી હતી. હવે તે ફરીથી આ શોમાં એન્ટ્રી કરવાની છે. શોમાં રૂબીનાએ ટ્રાન્સજેન્ડર મહિલા સોૈમ્યા સિંહનો રોલ નિભાવ્યો હતો. રૂબીનાની ફરીથી એન્ટ્રીનો પ્રોમો વિડીયો ખુબ વાયરલ થયો હતો. ચાહકો ફરીથી તેને આ શોમાં જોઇને અત્યંત ખુશ છે. પ્રોમોમાં રૂબીના લાલ-સફેદ રંગની સાડી પહેરી ડાન્સ કરતી જોવા મળી છે. તે કહે છે હું આવી રહી છું, મને મળશો ને ફરીવાર. આ શો સોમથી શુક્ર સાંજે આઠ વાગ્યે પ્રસારીત થાય છે. કલર્સ ચેનલ પર પાંચ વર્ષ પહેલા આ શો શરૂ થયો હતો. સોૈથી વધુ પ્રચલિત શોમાં તેની તે સામેલ છે. બે બહેનો સોૈમ્યા અને સુરભિની કહાની છે. સુરભિનો રોલ રોશની મહેતાએ નિભાવ્યો છે.

(10:15 am IST)