Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

તારા સુતારીયાને મળી સાજીદની ફિલ્મઃ અહાન સાથે જોડી

બોલીવૂડમાં તારા સુતારીયાની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' રિલીઝ થાય એ પહેલા જ તેને બીજી ફિલ્મો મળવા માંડી છે. તે એક તેલુગુ સુપરહિટ ફિલ્મ 'આરએકસ-૧૦૦'ની હિન્દી રિમેકમાં પણ કામ કરશે.  જેમાં મુખ્ય હીરો અહાન શેટ્ટી છે. સાજીદ નડિયાદવાલાએ આ ફિલ્મના હક્કો મેળવી લીધા છે અને કામ શરૂ કર્યુ છે. શુટીંગ જુન મહિનામાં શરૂ થવાની શકયતા છે. સાજીદે જણાવ્યું હતું કે અમને આ ફિલ્મ માટે હિરોઇન મળી ગઇ છે. તારા ખુબ સારી અભિનેત્રી છે. મને લાગે છે દર્શકોને અહાન અને તારાની રોમાન્ટીક અને દિલચશ્પ જોડી જોવા મળશે. અમે જુનમાં શુટીંગ શરૂ કરીશું. તારા સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'મરજાંવા'માં પણ કામ કરી રહી છે. આમ પહેલી ફિલ્મ રિલીઝ થયા પહેલા જ તેના હાથ પર બીજી બબ્બે ફિલ્મો આવી ગઇ છે.

(10:39 am IST)