Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર કરણ બુલાની સાથે લગ્ન કરશે

મુંબઈ : સોનમ કપૂર અને અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા...' આજે રિલીઝ થઈ છે અને ફિલ્મને સારા રિવ્યુ મળ્યા છે. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોનમે પોતાની નાની બહેન રિયાના પ્રેમપ્રકરણનો ખુલાસો કરી દીધો છે. અેક ઇન્ટરવ્યૂમાં સોનમે જણાવ્યું છે કે રિયા અને કરણ બુલાની છેલ્લા 10 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે અને તેને તેમના લગ્નનો નિર્ણય સાંભળીને ચોક્કસ આનંદ થશે. જોકે મને નથી લાગતું કે તેઓ આ વર્ષે પણ લગ્ન કરે.

ફિલ્મ નિર્માતા રિયા કપૂરના બોયફ્રેન્ડનું નામ કરણ બુલાની છે. કરણ ગર્લફ્રેન્ડ રિયાના તમામ ફેમિલી ફંક્શનમાં હાજર રહે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર સોનમના લગ્નના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે જેમાં તે રિયા અને સોનમ કપૂર સાથે જોવા મળ્યો છે.

કરણ એક ફિલ્મ દિગ્દર્શક છે. તેણે ‘આયેશા’ અને ‘વેક અપ સિદ’ માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. વધુમાં, તેણે શોર્ટ ફિલ્મ ‘ધ ઓડિશન’નું નિર્દેશન કર્યું હતું. આ ઉપરાંત તે ટીવી શોના પ્રોડક્શન ટીમનો પણ ભાગ છે. એવું કહેવાય છે કે અનિલ કપૂર કરણને ખૂબ પસંદ કરે છે.

(5:03 pm IST)