Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

સ્પેશ્યલ બાળકો માટે અમિતાભ બચ્ચને નેશનલ એન્થમ સાઇન લેન્ગવેજમાં ગાઇ

અમિતાભ બચ્ચને હાલમાં જ સ્પેશ્યલ બાળકો માટે રાષ્ટ્રગીત સાઇન લેન્ગવેજમાં ગાયું હતું. તેમની સાથે અન્ય બાળકો પણ હાજર હતાં. આ બાળકો સાથે નેશનલ એન્થમ ગાઇને અમિતાભ બચ્ચને ગર્વની લાગણી અનુભવી હોવાનું જણાવ્યું હતું. ખાસ બાળકો સાથેનો આ ખાસ વિડિયો ટવિટર પર શેર કરીને અમિતાભ બચ્ચને ટવીટ કર્યુ હતું કે 'નેશનલ એન્થમ..આપણો ગર્વ, આપણી ઓળખ, આપણો વિશ્વાસુ, આપણું સ્વાભિમાન. આ બધું એ બાળકોની આંખોમાં ઝળકે છે જે બોલી કે સાંભળી નથી શકતાં. મારુ સૌભાગ્ય, મારું સન્માન, મારો ભારત દેશ.'

(3:33 pm IST)