Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રજનીકાંતની ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ ફરી વિલંબમાં

મુંબઇ: સાઉથના ભગવાન મનાતા અભિનેતા મેગાસ્ટાર રજનીકાંતની ૪૦૦ કરોડના ખર્ચે બનેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ૨.૦ની રિલિઝ ડેટ ફરી મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ગમે તેવા મેગાસ્ટાર પણ પોતાની કારકિર્દી હાલકડોલક થતી જણાય ત્યારે કેવા અપસેટ થઇ જાય છે એનો આ ક્લાસિક દાખલો છે. રજનીકાંતની અત્યાર અગાઉ રજૂ થયેલી છેલ્લી ફિલ્મ કબાલીએ બોક્સ ઑફિસ પર ટંકશાળ સર્જી નહોતી અને એમના દાયકાઓ જૂના વફાદાર વિતરકોએ એમની પાસે પોતાને થયેલા આર્થિક નુકસાન પેટે વળતર માગ્યું હતું. એવા કેટલાક અસંતુષ્ટ વિતરકો તો કોર્ટમાં પણ ગયા હતા. એટલે હવે રજનીકાંત પોતાની લેટેસ્ટ ફિલ્મ એસ શંકરની ૨.૦ના મુદ્દે વધુ સતર્ક થઇ ગયા હોય એવું લાગે છે. રજનીકાંતના પ્રવક્તાએ કહ્યંુ કે મોડર્ન સાયન્સની વાત કરતી કથા ધરાવતી આ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ દર્શાવવાના મુદ્દે રજનીકાંત ખૂબ મક્કમ છે અને વીએફએક્સ સિસ્ટમ પર જ્યારે સ્પેશિયલ ઇફેક્ટ્સ તૈયાર કરાતી હોય ત્યારે બને ત્યાં સુધી રજનીકાંત પોતે હાજર રહે છે અને કેટલાક સુધારા સૂચવે છે.

(4:21 pm IST)