Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મનીષ મલ્હોત્રાના ઘરે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા સ્ટાર્સ

મુંબઈ: પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ બુધવારે નવા વર્ષની ઉજવણી માટે તેમના ઘરે પાર્ટી કરી હતી. જેમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં જેક્લીન ફર્નાન્ડિઝ, ખુશી કપૂર, જ્ન્હવી કપૂર, શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન હતાં. મનીષ મલ્હોત્રાએ આ પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેની સાથે જેક્લીન ફર્નાન્ડિઝ, ખુશી કપૂર, જાન્હવી કપૂર, શ્રદ્ધા કપૂર અને કાર્તિક આર્યન પણ જોવા મળે છે. આ તસવીરોમાં કૃતિ સનન ગોલ્ડન યલો ડ્રેસમાં જોવા મળી રહી છે. જાન્હવી કપૂરે વ્હાઇટ કલરનો ટી-શર્ટ અને જીન્સ પહેરી છે. ખુશી કપૂરે પિંક કલરનો શોર્ટ ડ્રેસ અને નુસરત ભરૂચાએ હાફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. વાની કપૂરે ચિત્તોનો પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. જેકલીન ફર્નાન્ડિઝે બ્લેક કલરનો ડ્રેસ પહેરેલો હતો અને કાર્તિક આર્યન શર્ટ અને બ્લુ કલરની જીન્સ પહેરી રહ્યો હતો. તસવીરોમાં બધા કલાકારો ખૂબ જ ખુશ દેખાય છે અને નવા વર્ષને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

(5:23 pm IST)