Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચાર ફિલ્મોનું કામ કરી રહ્યો છે રણબીર

બે વર્ષ પહેલા સંજૂ ફિલ્મની સફળતા પછી રણબીર કપૂર ફિલ્મોમાં જોવા મળ્યો નથી. લાંબા સમયથી તેના ચાહકો તેની ફિલ્મોની રાહમાં છે. રણબીરે કહ્યુ઼ હતું કે તેના હાથ પર ચાર ફિલ્મો છે. જે એક પછી એક રિલીઝ થશે. અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર ઉપરાંત યશરાજ ફિલ્મ્સની શમશેરાનું કામ ચાલુ છે. આ ઉપરાંત લવ રંજન અને સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મોનું કામ પણ ચાલી રહ્યું છે. બે ફિલ્મો નવા વર્ષમાં રિલીઝ થશે. લવ રંજનની ફિલ્મ જાન્યુઆરીમાં ફલોર પર જશે અને શુટીંગ પણ શરૂ થઇ જશે. આ ફિલ્મમાં રણબીર સાથે શ્રધ્ધા કપૂર છે. સંદિપ રેડ્ડીની ફિલ્મનું શુટીંગ મે મહિનામાં શરૂ થશે. રણબીરનું નામ સંજય લીલા ભણશાલીને બૈજુ બાવરા સાથે પણ જોડાયેલુ હતું. પણ તેણે સ્પષ્ટ કર્યુ છે કે આ એક અફવા છે. રણબીરની આગામી ફિલ્મોનું લિસ્ટ જોઇને ચાહકો ખુશ છે. રણબીએ એવી પણ ઇચ્છા દર્શાવી હતી કે તે દાદાજી રાજ કપૂરની બાયોપિક બને તો કામ કરશે.

(10:06 am IST)