Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સલમાન ખાન સાથે જબરદસ્ત સ્ટંટ દ્રશ્યો કરશે દિશા

ટાઇગર શ્રોફની ખાસ મિત્ર ગણાતી દિશા પટાની દેખાવમાં ભલે નાજુક નમણી હોય, પણ તે ફિલ્મોમાં સ્ટંટ સિન માટે ડુપ્લીકેટનો ઉપયોગ કરવાને બદલે પોતે જાતે જ આ દ્રશ્યો આપે છે. સલમાન ખાન સાથેની ફિલ્મ 'ભારત'માં દિશાને ખાસ રોલ મળ્યો છે. આ ફિલ્મમાં તે સલમાન સાથે જબરદસ્ત સ્ટંટ કરતી જોવા મળવાની છે. દિશાએ જ્યારે પોતે જાતે જ સ્ટંટ કરશે તેવું કહ્યું ત્યારે સેટ પર હાજર બધા ચોંકી ગયા હતાં. નિર્દેશક પણ દિશાના આ નિર્ણયથી ખુશ થઇ ગયા હતાં. આ કારણે દ્રશ્યોમાં વાસ્તવીકતા વધી ગઇ હતી. દિશા પટાની અવાર-નવાર સોશિયલ મિડીયા પર પોતાના સ્ટંટ દ્રશ્યોની ટ્રેનિંગના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. લૂક અને ડાન્સીંગથી પણ તે ચાહકોને પ્રભાવીત કરે છે.

(9:50 am IST)