Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

અનિતાએ પતિ સાથે નવા વર્ષની ઉજવણી કરી તુર્કીમાં

અનિતા હસનંદાની અવાર-નવાર રજા ગાળવા વિદેશ જાય છે. આ વખતે તે નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા તુર્કી પહોંચી છે. તેની સાથે પતિ રોહિત રેડ્ડી તથા ટીવી સ્ટાર કરણ પટેલ, તેની પત્નિ અંકિતા ભાર્ગવ અને ટીવી દુનિયાની રાણી ગણાતી એકતા કપૂર પણ સામેલ છે. આ બધાએ તુર્કીના  બરફીલા પહાડોમાં ઉભા રહી તસ્વીરો ખેંચાવી હતી અને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેને અસંખ્ય ચાહકોએ પસંદ કરી છે. અનિતા હાલમાં એકતાના શો નાગિન-૩માં નાગિનનો રોલ નિભાવીને ઘર-ઘરમાં ચર્ચામાં છે. તે અવાર-નવાર સોશિયલ મિડીયા પર પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. મુંબઇમાં જન્મેલી અનિતાએ પ્રારંભે મોડેલિંગ કર્યા બાદ ૨૦૦૧માં કભી શોૈતન કભી સહેલી નામના શોથી ટીવી પરદે એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી અને સાઉથની ફિલ્મો પણ કરી છે. કાવ્યાંજલિથી તેને નવી ઓળખ મળી હતી. યે હૈ આશિકી, પ્યાર તુને કયા કીયા, ઝલક દિખલા જા, કોમેડી કલાસીસ, કોમેડી સરકસ સહિતના શો કર્યા છે.

(9:50 am IST)