Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર સંજય અજુડીયાનો જન્મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર સંજય અજુડીયાનો આજે તા.૧૮ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનનાં ૪૬માં મંગલવર્ષમાં પ્રર્વેશ કર્યો છે. તેઓએ રાજકિય કારકિર્દીના પ્રારંભ યુવા કોંગ્રેસથી કર્યો હતો. આ ટર્મમાં પ્રથમ વખત મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડી સારા મતે વિજય થયા હતા. સંજયભાઇ વિસ્તારમાં દરેક કાર્ય માટે સતત દોડી જાગૃત કોર્પોરેટર તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ ખોડલધામ, ક્રિષ્ના યુવા ગ્રુપ સહિત અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિવસે પ્રદેશ કોંગી આગેવાનો, રાજકીય નેતાઓ, કાર્યકરો, શુભેચ્છો, મિત્રો તથા પરિવારજનો દ્વારા (મો. નં. ૯૯૭૮૪ ૮૦૪૫૨) શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(3:25 pm IST)