Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જૂનાગઢના સેવાભાવી અને પત્રકાર જયેશભાઈ દવેનો જન્મદિન

જૂનાગઢઃ. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી પત્રકાર જયેશભાઈ દવેનો આજે ૫૨મો જન્મ દિવસ છે.

રાજગોર સમાજની વિવિધ સંસ્થાઓ હરિઓમ મેડીકર ચેરી. ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમજ સમસ્ત બ્રહ્મસમાજની અનેક સંસ્થા સાથે જોડાય સેવા પરમો ધર્મ સૂત્ર ચરિતાર્થ કરનાર જયેશભાઈ યુવાવર્ગના આદર્શ છે. તેઓ રાજકોટ ખાતે કોરોનાના કપરા કાળ કોવિડ સેન્ટરમાં સેવા આપી જ્ઞાતિ માટે એમ્બ્યુલન્સ સેવા પણ આપેલ અને સમાજ માટે દિવસ-રાત જોયા વગર મદદ માટે હંમેશા તૈયાર રહે છે. તેમજ તેઓ દ્વારા રાજગોર રાજ ફાઈવ વોટસએપ ગ્રુપ બનાવી દેશ-વિદેશમાં વસતા જ્ઞાતિજનોને એક તાંતણે બાંધવાનું કાર્ય કર્યુ છે. આજે તેમના જન્મદિન નિમિત્તે તેમના શુભેચ્છકો મો. ૯૮૭૯૯ ૦૫૭૨૨ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:08 pm IST)