Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજકોટના પૂર્વ કમિશનર, જૂનાગઢના પૂર્વ કલેકટર

મુખ્‍યમંત્રીના અધિક મુખ્‍ય સચિવ પંકજ જોષીને હેપ્‍પી બર્થ ડે

રાજકોટ : મુખ્‍યમંત્રીના અધિક મુખ્‍ય સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજ જોષીનો જન્‍મ ૧૯૬૫ના વર્ષની ૧૯ ઓકટોબરે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ ઉતરાખંડના વતની અને ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. નાણા વિભાગના અધિક મુખ્‍ય સચિવ તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા છે.
શ્રી પકંજ જોષી ભૂતકાળમાં રાજકોટ અને સુરતમા મ્‍યુનિસિપલ કમિશનર, જૂનાગઢ અને સુરતમાં કલેકટર, રાજ્‍યમાં વિકાસ કમિશનર, ઉચ્‍ચ શિક્ષણ કમિશનર, ઉર્જા વિકાસ નિગમના એમ.ડી., ઉર્જા પેટ્રોકેમીકલ્‍સના અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૩૨૬૧૧
મો. ૯૯૭૮૪ ૦૫૯૬૧ ગાંધીનગર

 

(12:17 pm IST)