Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ધન્ય કાલની ઘડી રળીયામણી હર્ષદ પટેલની વર્ષગાંઠની વધામણી

રાજકોટ તા.૨૩ : ભાજપ મીડિયા સેલના પ્રદેશ સંયોજક શ્રી હર્ષદ પટેલ માટે આવતીકાલે વિશેષ યાદગાર દિવસ ઉગશે. તેમનો જન્મ તા. ૨૪ જૂન ૧૯૭૧ના દિવસે થયેલ. આવતી કાલે ગૌરવવંતા  ૪૮મા વર્ષના દ્વાર ખટખટાવશે. અમદાવાદ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં વાઇસ ચેરમેન  તરીકે અને ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે તેમનુ અનેરુ યોગદાન રહ્યુ છે. એસ.યુ.જી. કોલેજ ઓફ એજ્યુકેશનમાં એસોસીએટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.આદિત્ય કિરણ અને વિજ્ઞાન અજબ ગજબ નામના મેગેઝિનમાં તેમના જ્ઞાનનો પ્રકાશ પથરાતો રહે છે. પાર્ટીની પ્રદેશ સંકલ્પ પત્ર સમિતિમાં પણ તેમને સ્થાન મળેલ છે.  આવતીકાલના જન્મદિન નિમિત્તે આજ થી જ શુભેચ્છા વર્ષ થઇ ચુકી છે.

મો. ૯૪૨૬૦ ૧૫૩૯૭ અમદાવાદ

(4:09 pm IST)