Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કોંગ્રેસ લીગલ સેલના પ્રદેશ કન્વીનર જીજ્ઞેષ જોષીનો જન્મ દિવસ

રાજકોટ તા ૨૩ : આજે તા ૨૩ રાજકોટ બાર એસો. ના ૪ થી વધુ વખત કારોબારી સભ્ય તરીકે ચુંટાઇ આવેલા અને ગુજરાત કદંગ્રેસ લીગલ એન્ડ હયુમનરાઇટસ ડિપાર્જ્ઞ્ટમેન્ટના કન્વીનર ડો. જીજ્ઞેશ એમ. જોષીએ પોતાની સફળ જીવન કારકિર્દીના ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે. તેઓ પોતાની માત્ર ૧૦ વર્ષની વકિલાત ના વ્યવસાયમાં રાજકોટ બાર એસો. માં ૪ થી વધુ વખત પોતાની વ્યકિતગત કાર્ય પધ્ધતીને કારણે લોકપ્રીયતા ને આધારે ચુંટાઇ આવ્યા છે.. આ ઉપરાંત તેઓની શૈક્ષણીક સિધ્ધીમાં તેઓ માનવ અધિકાર વિષ્યમાં પી.એચ.ડી. કરી ડોકટરેટ ની સીધ્ધી પણ હાંસલ કરેલ છે. આ ઉપરાંત તેઓ શાજકોટ શહેર કોંગ્રેસ સમીતીમાં વોર્ડ નંબર ૭ અને ૮ માં સક્રિય આગેવાનની ભૂમીકા ભજવી શહેર કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહયા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ લીગલ સર્વિસીસ ઓતોરીટીમાં એકસ -મેમ્બર પણ શહી ચુકયા છે તેઓ ગુજરાત હયુુમનરાઇટસ પ્રેકટીશનર એશોસીએશનના સોસાયટી ફોર હયુુમન રાઇટસ (એન.જી.ઓ) અખીલ ગુજરાત યુવા બ્રહ્મસેના તેમજ રાજકોટ જુનીયર રેવન્યુ પ્રેકટીશનર એસો. ના ચેરમેન પણ છે.

આજે તેમના જન્મદિન નીમીતે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ શહેર પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, વિધાનસભા ૭૦ રઘુવંશી અગ્રણી ગોપાલભાઇ અનડકટ, પાટીદાર આગેવાન મિતુલભાઇ દોંગા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, ડો. હેમાંગ વસાવડા , આર.એમ.સી. પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલા તેમજ વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ ચેરમેનશ્રી યોગેશભાઇ રવાણી, શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન જયંતભાઇ ગાંગાણી તથાહ જીલ્લા કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા સહિતના આગેવાનો શુભેચ્છા પાઠવેલી છે. આ ઉપરાંત તેમના એડવોકેટ-રાજકીય અને સામાજીક મીત્ર વર્તુળ દ્વારા તેમના મો. નૅ.૮૧૪૦૩૦૦૦૦૫ ઉપર તેમના જન્મદિન નીમીતે શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે. (૩.૪)

(11:42 am IST)