Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

'વિજય' હી લક્ષ્ય હૈ...ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન આર. પટેલે આજે ૨૨ જૂને વાઈબ્રન્ટ જીવનના ૬૩માં વર્ષના દ્વારે (જન્મ ૧૯૫૬) કદમ માંડતા તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. વિજયના વિશ્વાસ સાથે જનતાની સેવામાં આગળ વધે તેવો ઉમળકો શુભેચ્છકોએ બતાવ્યો છે.

શ્રી નીતિન પટેલ બીજી વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નાણા, આરોગ્ય, માર્ગ-મકાન, નર્મદા વગેરે મંત્રાલય સંભાળી રહ્યા છે. વર્તમાન મંત્રી મંડળના તેઓ સૌથી સિનિયર સભ્ય છે. કારકીર્દિના પ્રારંભે કડી નગરપાલિકાના પ્રમુખ હતા. ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્રે પણ તેમનુ મહત્વનું પ્રદાન છે. ગુજરાતના વર્તમાન રાજકારણમાં તેમનું પદ અને કદ ધ્યાનાકર્ષક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૩૮૦૭૨, મો. ૯૯૭૮૪ ૦૫૩૧૩ - ગાંધીનગર

(12:00 pm IST)