Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ખંભાળીયાની કિએટીવ ફાઉન્ડેશનના યુવા ડાયરેકટર સુહાની દતાણીનો જન્મ દિવસ

ખંભાળીયા તા ૧૯ : ખંભાળિયામાં અનેકવિધ પ્રવૃતિઓ તથા કાર્યક્રમોના આયોજનના સફળ સુકાની એવા સહાની દતાણીનો આજે જન્મદિન છે.

અંભાળીયાના મુળ રહેવાસી સુહાની દતાણીએ બાળકો તથા મહિલાઓના મનોરંજન તથા સર્વાગી વિકાસના અભિગમ સાથે વિવિધ પ્રકારના સામાજીક સેવા કાર્યોનું આયોજન કરીને નામના પ્રાપ્ત કરી છે. ખંભાળીયા સાથે રિલાયન્સ ટાઉનશીપ તથા જામનગરમાં બહેનોને સાથે રાખીને યોજાતા વિવિધ કાર્યક્રમો મારફતે હંમેશા સોૈનેસહાયભૂત થવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ અંતર્ગત ખંભાળિયામાં ક્રિએટીવ ફાઉન્ડેશનના નેજા હેઠળ ખંભાળિયામાં યોજાતા ટેલેન્ટ શો સહિતના કાર્યક્રમો દ્વારા સુહાની દતાણીએ કંઇક અનોખા ઇવેન્ટના આયોજન મારફતે શહેરમાં એક અનોખી પ્રતિભા ઉભી કરી છે.

બાળકો પ્રત્યે અનન્ય પ્રેમના હિમાયતી સુહની દતાણી બાળકો માટે '' ચાચા નહેરૂ'' સમાન બની રહ્યા છે. શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય માટે યોગના હિમાયતી સુહાની દતાણી ખંભાળિયાની વિવિધ મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

અંહિના વેપારી અગ્રણી વિનુભાઇ બરછાની સુપુત્રી સુહાનીને તેમના પતિ વિરલ દતાણીનો હંમેશ સેવા કાર્યો માટે ઉતેજન તથા સહયોગ સાંપડયો છે.(૩.૬)

 

(2:25 pm IST)