Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારાનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૦: શહેર ક્રાઇમ બ્રાંચમાં હેડકોન્સ. તરીકે ફરજ બજાવતાં અનિલભાઇ સોનારાનો આજે જન્મદિવસ છે. ૨૦૦૯ના એપ્રિલ માસમાં પોલીસમાં ભરતી થયેલા અનિલભાઇએ પ્રારંભે પ્ર.નગરમાં ફરજ બજાવી હતી. એ પછી દોઢ મહિનો ટ્રાફિક બ્રાંચમાં અને છ મહિના માલવીયાનગર પોલીસમાં ફરજ બજાવી હતી. ફરીથી પ્ર.નગર ડી. સ્ટાફમાં મુકાયા હતાં. પ્રશંસનીય કામગીરીની નોંધ લઇ ઉપરી અધિકારીઓએ એસઓજીમાં નિમણુંક કરી હતી. હાલમાં ડીસીબીમાં ફરજ બજાવતાં અનિલભાઇએ અનેક ગુનાઓમાં નોંધપાત્ર ડિટેકશન કર્યુ છે. તેમને મો.૯૬૮૭૧ ૦૦૯૦૦ ઉપર અધિકારીઓ, મિત્રો, શુભેચ્છકો શુભકામના પાઠવી રહ્યા છે.

(11:37 am IST)