Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કૌશિક પટેલ ઝીંદાબાદ...મહેસુલ મંત્રીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના મહેસુલ પ્રધાન શ્રી કૌશિક પટેલનો જન્મ તા. ર૦ સપ્ટેમ્બર ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૬૬ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ સંગઠન ક્ષેત્રે પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રી વગેરે પદ પર રહી ચુકયા છે. અગાઉ શહેરી વિકાસ, ઉર્જા વગેરે વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કામગીરીનો અનુભવ ધરાવે છે. દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે. તેમના કાર્યકાળમાં મહેસુલી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારિત પ્રજાલક્ષી ધરખમ સુધારા થઇ રહ્યા છે. મો. નં. ૯૮૯૮૦ ૦૦૦૯૮ અને ૯૮૯૮૦ ૦૦૦૯૯ ગાંધીનગર

(11:25 am IST)