Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જયેન્દ્ર ભટ્ટનો આજે જન્મદિવસ

રાજકોટઃ ભટ્ટ જયેન્દ્ર આર. (મો.૯૭૩૭૮ ૨૮૭૪૨) આજે જીવનના ૬૨ પુરા કરી ૬૩ વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રી દોશી એમ.એસ. હાઈસ્કુલ મોરબીમાં ધો.૮ થી ૧૦ સુધી અભ્યાસ કરેલ. તેમના પિતાશ્રી સ્વ.રમણીકલાલ ડી. ભટ્ટ તથા માતુશ્રી સ્વ.કમળાગૌરી આર.ભટ્ટનાં નાનાપુત્ર છે. તેઓ વર્ષ ૧૯૮૦ના કા.ઈ. સરીતા માપક પેટા વિભાગ રાજકોટમાં પ્રથમ નિમણુંક થયેલ. ૧૯૮૫માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટમાં જુ.કલાર્ક તરીકે સેવા બજાવેલ. રાજકોટમાં સિંચાઈ વિભાગમાં ડ્રાફમેનમાં નિવૃત થયેલ છે. જિલ્લા પુસ્તકાલય રાજકોટમાં લાયબ્રેરીમાં તેમજ ચુંટણી અધિકારી તરીકે ૬૮- રાજકોટમાં બી.એલ.ઓ. તરીકે ૧૦- વર્ષ ફરજ બજાવેલ છે.

(11:26 am IST)