Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

તપાચ્છાધિપતિ આ.ભ.પૂ. મનોહર કિર્તીસાગર સુરીશ્વરજી મહારાજનો ૯૨મો જન્મદિન

 અમદાવાદઃ તા.૧૨, જિન શાસનના રત્ન સમાન આવા તપાચ્છાધિગતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સમગ્ર જૈેન સમાજ માટે પ્રેરણારૂપ છે. 

 તપાચ્છાધિગતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા.૭૦ પુસ્તકો લખ્યા છે.જેમાં ર૪ તીર્થકર કલ્પના ર૪ પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુદ્ઘિસાગર સુરિશ્વરજી મ.સા.ન સંસ્કૃત પુસ્તકોના અનુવાદ કર્યા છે. તપાચ્છાધિગતિ આચાર્ય ભગવંત શ્રીમદ મનોહર કીર્તિસાગર  સૂરીશ્વરજી મ.સા. સૌથી મોટો ૭૨ વર્ષનો દીક્ષા પર્યાય, ૯૨ વર્ષે તપાગચ્છના વડા તરીકેનું બહુમાન સાત કરોડથી વધુ અધિક નવકારમંત્રનું સ્મરણ તથા ૧૩ લાખથી વધુ શ્રી અધિક લોગસ્સના જાપના આરાધક છે.

 તપાચ્છાધિગતિ આ. ભગવંત શ્રીમદ મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મ.સા.નો જન્મ તા.૨૮-૮-૧૯૨૮ના રોજ બારડોલી ખાતે થયો હતો. ગચ્છાધિપતિ આ.ભગવંત સુબોધસાગર સુરીશ્વરજી મ.સા. જેવા પારસમણી રૂપી સ્પર્શ થકી સંસ્કૃત પ્રાકૃત વગેરે આગમોના ઉંડા અભ્યાસ કરી અનેક અંજનશલાકા પ્રતિષ્ઠા અને પુસ્તકોની રચનાઓ કરી છે. ૧૦૦ જેટલા શ્રમણો ૨૩૦ શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિમાં શ્રી રેવા જિનાલયમાં તપાગચ્છાધિપતિ પદારોહણ ધર્મ પૂર્ણ ઉત્સવ વિશાળ ગુરુભકતોની ઉપસ્થિતમાં ઊજવાયો. ર૪ કલાકમાંથી ૧૬ કલાક નવકારવાળી સાથે લોગસ્સ અને નવકારમંત્રનો સતત જાપ કરવો એ તેમની દૈનિક ક્રિયા છે. (૪૦.૪)

(1:05 pm IST)