Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2024

ઘનશ્‍યામભાઈ ઠકકરનો કાલે જન્‍મદિનઃ ૭૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ

ગાયત્રી ઉપાસક, ગૌભક્‍ત લેખક વિચારક : સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્‍મદિનની પ્રેરક ઉજવણી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ- એનીમલ હેલ્‍પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્‍ટ, અંધ અપંગ સેવા ટ્રસ્‍ટ  શ્રી સતુઆ  બાબા આશ્રમ (વારાણસી)ના ટ્રસ્‍ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે સંકળાયેલા રદ્યુવંશી શ્રેષ્ઠી દ્યનશ્‍યામભાઈ ઠકકર તા.૬ના પોતાની ઝળહળતી વનયાત્રાના ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે.

માં ગાયત્રીની ઉપાસના થકી જયોતિર્વિદ તરીકે ગાયત્રી ઉપાસક દ્યનશ્‍યામભાઈએ નામના મેળવી છે. તેમના પ્રાસંગિક લેખો અખબારો, મેગેઝિનોમાં સતત પ્રકાશિત થતા રહે છે. પ્રકાશિત થયેલા પુસ્‍તકો  સ્‍વર સિધ્‍ધિના ચમત્‍કારો, સરળ ગાયત્રી સાધના, ગાયત્રી જ્ઞાન-વિજ્ઞાન, મહામાયા મોમાઈ, ટહુંકે ટહુંકે, સંગ સંગ પતંગ સંગે ચાહના પ્રાપ્ત કરી રહયા છે.  ગાયત્રીમાતાના ઉપાસક અને જયોતીષ વિદ્યાના  જાણકાર, નિઃસ્‍વાર્થ ભાવે નિઃશૂલ્‍ક સેવા આપી રહયા છે.

શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટラએનીમલ હેલ્‍પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં તેઓ દ્વારા એક દિવસનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે. (મો. ૯૮૭૯૧ ૨૫૭૨૫)

(3:57 pm IST)