Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

શહેઝાદા વજીહુદ્દીન સાહેબનો ૬૯મો જન્મદિન

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના શહેજાદા આલી વકાર કુસઈભાઈ સાહેબ (દા.મ.)નો આજે ૬૯મો જન્મ દિવસ છે. શહેઝાદા સાહેબ ઈદારત ઝાકેરીનના હેડ છે. મુંબઈ જમાયત અંજુમને શીયાતેઅલીના પ્રેસીડન્ટ છે. ઈસ્ટ આફ્રીકા, સાઉથ ઈન્ડિયા અને ફાર ઈસ્ટ જમીઅતના સ્પે.રી પ્રેજન્ટેટીવ છે. અનેક વખત અમીરૂલ હજ તરીકે પધારેલ છે. તેઓ ત્રેપનમાં દાઈ આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ)ના નાનાભાઈ સાહેબ છે. વિશ્વભરમાંથી વ્હોરા સમાજના લોકોએ મુબારક બાદી આપેલ છે. તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડવાલાએ જણાવ્યું છે.

(3:59 pm IST)
  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • યમુના એકસપ્રેસ વે ઉપર મોતનું તાંડવઃ ૭ના જીવ લીધા : આગ્રા-દિલ્હી યમુના એકસ્પ્રેસવે ઉપર એક ટેન્કર બેકાબુ બનતા ઈનોવા કાર સાથે અથડાયેલ અને ૨ મહિલા સહિત ૭ના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. મજીરા-અલીગઢ બોર્ડર ઉપર આ ભયાનક દુર્ઘટના સર્જાયેલ. ઈનોવા કારના ભૂક્કા બોલી ગયા હતા. મૃત્યુ પામેલાની ઓળખ જીંદ-સફીદોંના મનોજ, બબિતા, અભય, હેમંત, કલ્લુ, હિમાદ્રી અને ડ્રાઈવર રાકેશ તરીકે થયા છે. access_time 10:12 am IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST