Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને પોરબંદરના પુર્વ ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાનો જન્મ તા.૧૭ ફેબ્રુઆરી ૧૯પ૭ના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મીકેનીકલ એન્જીનીયરની પદવી ધરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા વગેરે પદ પર રહી ચુકયા છે. અભ્યાસુ અને લડાયક નેતા તરીકે જાણીતા છે. મો.૯૮રપ૦ ૧ર૭પપ. પોરબંદર.

(11:15 am IST)
  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST