Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

'વસંત'ના વધામણા સાથે પરસોતમ સાવલિયાની વર્ષગાંઠના વધામણા

રાજકોટઃ. ભાજપના સહકારી અગ્રણી બેડી માર્કેટયાર્ડના ડીરેકટર શ્રી પરસોતમ સાવલિયાનો જન્મ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. જોગાનુજોગ આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે.

શ્રી પરસોતમ સાવલિયા મૂળ પડધરી પંથકના વતની છે. ભૂતકાળમાં જિલ્લા પંચાયતના સભ્ય, કારોબારી અધ્યક્ષ, વિપક્ષી નેતા વગેરે પદ પર રહી ચૂકયા છે. ઘટાદાર મૂછ અને 'ચોટદાર' વાણી તેમની આગવી ઓળખ છે. સહકારી ક્ષેત્રની આંટીઘુટીના અભ્યાસુ છે.

મો. ૯૪૨૬૯ ૧૫૩૯૯ રાજકોટ

(11:34 am IST)