Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટના એડવોકેટ એન્ડ નોટરી જયંતિલાલ ચૌહાણનો જન્મદિવસ

રાજકોટ તા.૧૩ : રાજકોટ બાર એશોસિએશનના સભ્ય તથા નોટરી એશોસિએશનના ભુતપુર્વ ઉપપ્રમુખ આરએસએસ સાથે વર્ષોથી સંકળાયેલ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના સંગઠન મંત્રી તથા જામદુધઇ ગામના તમામ જ્ઞાતિ મંડળના ખજાનચીની જવાબદારી નિભાવી રહેલા જયંતિલાલ ગોપાલભાઇ ચૌહાણ એડવોકેટ એન્ડ નોટરીનો આજરોજ જન્મદિવસ છે. તેમના યશસ્વી જીવનના ૫૭ વર્ષ પુર્ણ કરી ૫૮માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટમાં ૧૯૮૯થી વકિલાતક્ષેત્રમાં સફળતાપુર્વક કાર્યરત રહ્યા બાદ ૨૦૦૧ થી નોટરી તરીકે કામગીરી કરે છે. આજે જે.જી.ચૌહાણને તેમના જન્મદિવસ નિમિતે મો. ૯૭૧૪૨ ૦૧૭૦૮ ઉપર સગા સબંધી સ્નેહીજનો તથા એડવોકેટ મિત્રો, સામાજિક શ્રેષ્ઠી ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રફુલગીરી ગોસ્વામી, મહામંત્રી જેઠસુરભાઇ ગુજરીયા તથા આનંદનગર શાખાના પ્રમુખ બકુલભાઇ દુધાત્રા, મંત્રી મહેશભાઇ તોગડીયા, વિજયભાઇ કારીયા તથા જીતેન્દ્રકુમાર ધ્રાંગધરીયા એડવોકેટ નોટરીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે.

(2:44 pm IST)
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈ પ્રશાંત ચાવડાએ ભગવો ધારણ કર્યો, રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદીયાએ આણંદમાં ખેસ પહેરાવી કર્યું સ્વાગત access_time 1:05 am IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST