Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

યુવા મહિલા એડવોકેટ લક્ષ્મી આહિરનો આજે જન્‍મદિવસ

સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત આહીર વિમેન્‍સ કલબના પ્રમુખ

રાજકોટઃ જાણીતા યુવા મહીલા એડવોકેટ અને સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત આહીર વિમેન્‍સ કલબના પ્રમુખ અને રાજકોટ રેવેન્‍યુ એસોસીએશનના મહિલા કારોબારી સભ્‍ય અને જુદી જુદી સહકારી બેન્‍કોમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત લક્ષ્મી પી.આહીરનો આજે ૨૬મો જન્‍મદિવસ છે. તેઓ અનેકવિધ સામાજીક કાર્યો ઉપરાંત મહિલાઓને સ્‍પર્શતા જુદા જુદા પ્રશ્નો માટે ખુબજ સક્રિય રીતે રસ લઇ તેના નિરાકરણ માટે પ્રયત્‍નશીલ રહે છે. ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડુતો માટે પણ ખુબજ જાગૃત છે અને તેઓ જમીન સાથે જોડાયેલ મહિલા એડવોકેટ છે તેમજ તેઓએ ગીર સોમનાથ જિલ્‍લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામમાં તા.૨૬/૦૫/૧૯૯૬ના રોજ માતા અજાયબેન તથા પિતા પુંજાભાઇને ત્‍યાં લક્ષ્મી સ્‍વરૂપે પુત્રી તરીકે જન્‍મેલ, તેઓએ વકીલાતની સનદ સુધી આ સ્‍થાને પહોંચીને સમસ્‍ત આહીર સમાજનું તથા નારી જાતિનું ગૌરવ વધારેલ છે. લક્ષ્મી પી.આહીરને ૭૯૯૦૯ ૦૬૬૯૨ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે

(3:57 pm IST)