Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાનો જન્મદિવસ

રાજકોટ,તા. ૧૯ : શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ  કિરણબેન માકડીયાનો આજે તા.૧૯ના જન્‍મદિવસ છે.યશસ્‍વી જીવનના પ૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રીય વિચારાધારા અને સમાજ સેવાના ઉન્‍નત હેતુ સાથે જોડાયેલા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા શહેર ભાજપના પૂર્વ  ઉપપ્રમુખ, મહીલા મોરચાના પૂર્વ મહામંત્રી અને  શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. તેઓએ  પોલીટીકલ સાયન્‍સ સાથેના સ્‍પેશ્‍યલ વિષય સાથે બી.એ. ની પદવી હાંસલ કરી છે. ભારત સ્‍વભિમાન  ટ્રસ્‍ટ, પતંજલી યોગ સમિતિના સહ પ્રભારી, વિવેકાનંદ યુથ કલબ, કુમકુમ ગ્રુપ, કિલ્લોલ  ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી અનેકવિધ સંસ્‍થાઓમાં પણ સક્રિય યોગદાન આપી રહ્યા છે. આજે તેમના જન્‍મદિવસે (મો. નં. ૯૪ર૭પ૬પ૦૧૯) ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

 

(4:44 pm IST)