Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પ્રખર આર્યસમાજી તથા ગૌભક્ત રમેશભાઈ આર્યનો આજ 18 મે ના રોજ જન્મદિવસ : 75 મા વર્ષમાં મંગલ પ્રવેશ

પ્રખર આર્યસમાજી તથા ગૌભક્ત રમેશભાઈ આર્યનો આજ 18 મે રોજ જન્મદિવસ છે. 1946 ની સાલમાં અખંડ  ભારતના કરાંચીમાં તેમનો જન્મ થયો હતો. બાદમાં રાજકોટ સ્થાયી થયેલા  માતુશ્રી ચંપાબેન તથા પિતાશ્રી દેવજીભાઈના સંસ્કાર સિંચન હેઠળ  રમેશભાઈનો પરિવાર હાથીખાના આર્યસમાજ સામે સ્થાયી થયો હતો.જ્યાં બાળપણથીજ તેમનામાં આર્યસમાજના સંસ્કારનું સિંચન થયું જે આગળ જતા વટવૃક્ષમાં પરિણમ્યું.તેઓ આર્યસમાજમાં યુવક મંડળ ના પ્રેસિડન્ટ બન્યા.તેમજ વિવિધ હોદાઓ ઉપર સેવાઓ આપી.
તેમના જીવનનું મહત્વનું પાસું ગૌમાતા પ્રત્યેની કરુણા છે.જે માટે તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સૌરાષ્ટ્રની મુલાકાત સમયે રૂબરૂ મળી દેશમાં ગૌહત્યા બંધ નહીં થાય ત્યાં સુધી ચામડું નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી .જે આજ પર્યન્ત ચાલુ છે.
જન્મદિવસની ઉજવણી માટેનો ખર્ચ પણ તેઓ ગાયોના ઘાસચારા માટે વાપરે છે.તેમણે દેહદાનનો પણ સંકલ્પ કર્યો છે.તેમના સ્વર્ગસ્થ પત્ની શ્રીમતી ત્રિવેણીબેને પણ આ સંકલ્પ કર્યો હતો.જે પરિવાર દ્વારા  નિભાવાયો હતો.
આજના શુભ દિવસે તેઓ ઉપર જીવેમ શરદઃ શતમની શુભેચ્છાઓનો ધોધ તેમના મોબાઈલ નં. 9925528301   ઉપર વરસી રહ્યો છે.
 

(6:21 pm IST)