Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગના અશોકભાઇ ધામીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ કૈલાસ પાર્કમાં રહેતાં અને માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં ફરજ બજાવતાં અશોકભાઇ પુંજાભાઇ ધામીનો આજે જન્મદિવસ છે. સફળ કારકિર્દીના ૫૪ વર્ષ તેમણે પુરા કર્યા છે. તે કૈલાસધારા સોસાયટીમાં પ્રમુખ તરીકે પણ પાંચ વર્ષથી સેવા આપે છે. કોરોના સંદર્ભે લોકડાઉનમાં યાર્ડમાં સતત પંચાવત દિવસથી નિયમિત હાજરી આપી તંત્રને કામમાં મદદરૂપ થઇ રહ્યા છે. સોસાયટીમાં પણ કોરોના સંદર્ભે જાગૃતિ ફેલાય તે માટે પ્રયાસો કર્યા છે. અશોકભાઇને (મો.૯૮૨૫૮ ૮૫૦૮૧) મિત્રો-સ્નેહીઓ તરફથી શુભકામના મળી રહી છે.

(11:26 am IST)