Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગોંડલના સેવાભાવી જયસુખભાઇ વઘાસિયાનો આજે જન્મદિન

ગોંડલ તા. ૨૩ : વોર્ડનં ૧૧ના સેવાભાવી કાર્યકર એવા જયસુખભાઇ વઘાસિયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવન સફરના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ વર્ષમાં પ્રવેશી રહ્યા છે, તેઓના અર્ધાંગિની પ્રવિણાબેન વઘાસીયા નગરપાલિકા ગોંડલના સદસ્યા છે, આ વઘાસીયા દંપતી દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

જેમાં ચકલીના માળાનું વિતરણ, કીડિયારું (જેમાં નાળિયેરની અંદર લોટ ભરી વન-વગડામાં મુકવા જવા) હોળી, જન્માષ્ટમી, જેવા હિન્દુ ઉત્સવો ઉજવવા વગેરે પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવી રહિ છે, તેઓના જન્મદિવસે (મો. ૮૧૨૮૩ ૩૮૧૦૮) ઉપર મિત્રમંડળ સગા-સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, બાબરા તાલુકાના વાલાળી ગામે બિરાજતા વઘાસીયા પરિવાર ના શુરાપુરા પાતાદાદાના સ્થાનકે પણ અગ્રેસર રહી પારિવારિક સેવા આપવામાં આવી રહી છે.

(11:53 am IST)