Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલનો જન્મદિવસ

જામનગર, તા. પ : જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલનો આજે જન્મદિવસ છે.

જામનગરના નાની ઉંમરે અનેક સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃતિઓ પોતાની સેવાની સુવાસ પ્રસરાવનારા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ, સીડઝએન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કારોબારી એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કો-ઓપરેટીવ મેમ્બર અને શહેરની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાન જીતુભાઇ લાલનો જન્મ તા. પ-૧ર-૧૯૬૭ના રોજ થયો હતો. જીતુભાઇ આજે સફળ જીવનના પ૩ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

ગુજરાત રાજય સરકારના પૂર્વ મંત્રી સ્વ.હરિદાસ જીવણદાસ લાલના પુત્ર જીતુભાઇ લાલે બીએસસી, એલએલબી સુધી અભ્યાસ કર્યો છે, તેઓ પોતાના બીઝનેશની સાથે સાથે જમીનદાર તરીકે ખેતીવાડી પણ સંભાળી રહ્યા છે. સ્વ. હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.

જામનગર શહેરના વ્યાપાર અને ઉદ્યોગ જગતના પ્રશ્ન બાબતે તેઓ હંમેશા જાગૃત રહે છે. અગાઉ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે પ્રસંશનીય સેવા બજાવી ચૂકયા છે.  આ ઉપરાંત કો.કો. બેંક, હાપા ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ, ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલેટીવ કમીટી, અખિલ વિશ્વ લોહાણા મહાપરિષદ, બ્રાઇટ પ્રાયમરી સ્કૂલ વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.જીતુભાઇ લાલે કારગીલ યુદ્ધ, વાવાઝોડા જેવી સ્થિતિમાં ભંડોળ એકત્ર કરી અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડી હતી, તો ઓકટ્રોય નાબુદી, ટોલ માપ ચકાસણી ફી, અનાજ કઠોળ આવશ્યક ચીજવસ્તુઓ ધારામાંથી મુકિત અપાવવી વિગેરે જેવી ઝુંબેશ પણ હાથમાં લીધી હતી, જીતુભાઇ લાલ ખરા અર્થમાં મહાજન છે અને જ્ઞાતિ, જાતિ, ધર્મ સંપ્રદાય કે ગરીબ, તવંગર જેવા કોઇપણ પ્રકારના ભેદભાવ વિના તેઓ માનવ માત્રની સેવા કરવામાં માને છે અને તેમની સેવાકીય પ્રવૃતિ સુવાસને કારણે તેઓ તમામ જ્ઞાતિઓમાં લોકપ્રિય બન્યા છે, જીવનના આગામી વર્ષોમાં તેઓ અપાર સફળતા અને લોકચાહના હાંસલ અને રાજકીય ક્ષેત્રે નવા સોપાનો સર કરે તેવી આજે તેમના જન્મદિવસ નિમિત્તે (મો. ૯૮ર૪૦ ર૩૩૩૧) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:52 pm IST)