Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરાનો જન્મદિન

જામનગર, તા. ૧૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામના વતની અને સૌરાષ્ટ્ર-કચ્છ,  હાલાર, બારાડી, બરડો અને ઓખા મંડળમાં મોટાભાઈના ઉપનામથી જાણીતા તેમજ બારાડી લોહાણા મહાજનના પ્રમુખ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દ્વારકાદાસ કેશુભાઈ રાયચુરા (મોટાભાઈ)નો આજે ૮૨મો જન્મ દિવસ છે. તેઓ વર્ષોથી લાંબા બંદર ગામે રહી અને સમગ્ર હાલાર, બારાડી, બરડો અને ઓખા મંડળમાં અનેકવિધ સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યો સદા કરતા રહ્યા છે.

સમાજ સેવાની વિવિધ સંસ્થાઓ શ્રી બારાડી લોહાણા મહાજન, લોહાણા કન્યા છાત્રાલય, લાયન્સ કલબ ઈન્ટરનેશનલ, હરિરામ બાપા સદાવ્રત ટ્રસ્ટ, ગો.જ. રાયચુરા હાઈસ્કૂલ, રાયચુરા પરિવાર ટ્રસ્ટ, જલારામ આવાસ ટ્રસ્ટ વિગેરે સંસ્થામાં પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ બેટ દેવસ્થાન સમિતિના પૂર્વ ટ્રસ્ટી, બારાડી વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી, વરવાળા ટીબી હોસ્પીટલના ટ્રસ્ટી, દ્વારકા હવેલી, ભાટીયા, વલ્લભ સદન હવેલી, શિશુ મંદિર પ્રા. શાળા સહિત અસંખ્ય નાની-મોટી સેવાકીય સંસ્થાઓમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.

તેમજ ગૌશાળા ભાગવત સપ્તાહ, મનોરથ, નવરાત્રી, શરદ મહોત્સવ, વિદ્યાર્થી સન્માન, વિદ્યાર્થી સહાય, દેશ ભકિત કાર્યો, પૂર-હોનારત, સ્મશાન વિકાસ કાર્યો ઉપરાંત અનેકવિધ દરેકે દરેક સમાજ ઉપયોગી કાર્યોમાં તેમનો વર્ષોથી કાયમી સિંહફાળો રહ્યો છે. મો. નં. ૯૯૦૯૩ ૪૬૯૧૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:41 pm IST)