Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

એડવર્ટાઇઝીંગ ક્ષેત્રે ડંકો વગાડનાર ક્રિએટ ઇન્ડીયા એડ.ના સ્થાપક પ્રશાંત જોષીનો જન્મદિવસ

રાજકોટ તા.૧૬: સૌથી ઝડપથી આગળ વધતી અને વ્યવસાયીકોને ડગલેને પગલે સાથ આપનાર ક્રિએટ ઇન્ડીયા એડ.ના સ્થાપક પ્રશાંત જોષીનો આજે જન્મદિન છે. ખુબજ નાના પાયે શરૂ કરેલી એડ.કંપનીને પોતાના અનુભવ,આવડત,ક્રિએટીવ થિંકીંગ અને પ્રમાણીકતા થકી પ્રશાંત જોષીએ ક્રિએટ ઇન્ડીયા એડ.કંપનીને આ મુકામે પહોંચાડી છે. ક્રિએટીવ ડિઝાઇન હોય, ક્રિએટીવ કોન્સેપ્ટ હોય કે બિઝનેસ ગ્રોથ માટે સ્ટ્રેટેજીક માર્કેટીંગ અને બ્રાન્ડીંગ કરવાનું હોય, ક્રિએટ ઇન્ડીયા એડ. હંમેશા આગળ જ હોય છે. કલાપન્ટની સફળતામાંજ પોતાની સફળતામાની આગળ વધવાના ધ્યેય સાથે પ્રશાંત જોષી, મૌલીક જોષી અને નિર્ભય જોષીએ એડવર્ટાઇઝીંગ અને મિડીયા ક્ષેત્રે ડગલુ માંડયુ હતું અને ટુંક સમયમાં હરણફાળ પ્રગતિ કરી ક્રિએટ ઇન્ડીયાને સફળતાના શિખર પર પહોંચાડી દીધુ છે.

આ તમામ સફળતાનો શ્રેય ક્રિએટ ઇન્ડીયાને સાથ આપનાર તમામ ગ્રાહકો, મિડીયા કર્મીઓ તેમજ કર્મચારી ગણનેજ જાયછે. ક્રિએટ ઇન્ડીયા એડ.ના સ્વપ્નદૃષ્ટ પ્રશાંત જોષીનો આજે જન્મદિવસ પર ૭૨૧૧૧ ૨૧૧૨૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:40 am IST)