Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

મુખ્‍ય ચુંટણી અધિકારી પી.ભારથીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના મુખ્‍ય ચુંટણી અધિકારી શ્રીમતી પી.ભારથીનો જન્‍મ તા. ૧૭ માર્ચ ૧૯૭૪ના દિવસે થયેલ. આજે પ૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી ર૦૦પની બેચના આઇએએસ કેડરના અધિકારી અને મુળ આંધ્રપ્રદેશના વતની છે. ભુતકાળમાં ડભોઇ (વડોદરા)માં પ્રાંત અધિકારી વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરી વિકાસ સતા મંડળમાં મુખ્‍ય કારોબારી અધિકારી, સુરતમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશ્નર, પંચમહાલ અને વડોદરામાં જીલ્લા કલેકટર, ચુંટણી પંચમાં અધિક મુખ્‍ય ચુંટણી અધિકારી રાજયમાં સર્વશિક્ષા અભિયાન નિયામક અને પ્રાથમીક શિક્ષણ કમિશ્નર શ્રમ કમીશ્નર વગેરે પદ પર રહી ચુકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦ ૩૧૬ મો. ૯૯૭૮૪ ૦૮પ૪પ ગાંધીનગર.

(4:04 pm IST)