Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સવાણી કિડની હોસ્પિટલના પુર્વ ચેરમેન ડો. પ્રદિપ કણસાગરાનો કાલે જન્મદિન

રાજકોટ તા.૧૪: સવાણી કિડની હોસ્પિટલના પુર્વ ચેરમેન અને જાણીતા યુરોલોજીસ્ટ ડો. પ્રદીપ કણસાગરાનો આવતીકાલે ૬૮મો જન્મદિવસ છે.

ડો. પ્રદિપ કણસાગરાનો જન્મ તા. ૧૫મી ઓગષ્ટના આઝાદી દિવસે થયો હતો. તેઓએ સોૈરાષ્ટ્રની જનતાને પ્રથમ યુરોલોજીસ્ટ તરીકે સેવાઓ આપી નામના મેળવી. અનેક સેવાકીય સંસ્થાઓની આગેવાની તેમજ સ્થાપનામાં તેમણે સિંહફાળો આપેલ છે.

સોૈરાષ્ટ્રનું વિપશ્યના સેન્ટર, ધમકોટના પાયાના ટ્રસ્ટી હતા. ''માનવ સેવા એજ પ્રભુ સેવા'' માં માનતા ડો. પ્રદિપ કણસાગરા એ સોેૈરાષ્ટ્રની ખ્યાતનામ સેવાકીય બી.ટી. સવાણી કિડની હોસ્પિટલનું વિચારબીજ રોપી સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી તથા ચેરમેન તરીકે ૧૫ વર્ષ સેવાઓ આપી. પોતાની પ્રાઇવેટ પ્રેકટીસના ભોગે સોૈ ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ અને કન્સલટન્ટ ડોકટરોના સહકારથી એક નમુનેદાર કિડની ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી. જેમા. યુરોલોજીનો પોસ્ટગ્રેજયુએટ કોર્સ, નર્સિંગ કોર્સ, ડાયાલીસીસનો ટેકનીશીયન કોર્સ તેમજ લેબોરેટરી ટેકનીશીનના કોર્સ ચાલી રહયા છે અને દર વર્ષે ૩૫,૦૦૦ જેટલા ડાયાલીસીસ, ૩૫,૦૦૦ ઓ.પી.ડી. અને ૬૦૦૦ જેટલા ઓપરેશન કરી દર્દીઓની સેવાઓ કરી રહી છે. તેઓ માને છે કે..

''રહો સબ કે દિલમે એૈસેકી, જોભી મીલે તુમ્હે અપના સમજે,

બનાઓ સબસે રીસ્તા એૈસાકી, જોભી મીલે ફિરસે મીલને કો તરસે..''

(4:01 pm IST)