Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજયોગીની બ્રહ્માકુમારીઝ ભારતીદીદીજીના ૮૧માં જન્મદિનની કાલે વિવિધ સામાજીક સેવાઓ સાથે ઉજવણી

રાજકોટ, તા.૨૮: સૌરાષ્ટ્ર શૂરવીરોની ભૂમિને છેલ્લા ૫૨ વર્ષથી આધ્યાત્મિકતાના જળથી સિંચન કરી, સદભાવના, સાદગી, ત્યાગ, તપસ્યા, એકતા, આત્મવિશ્વાસ જેવા સદમૂલ્યોથી સજાવી ઇશ્વરીય દુઆઓથી ભરપૂર કરનાર બચપનથી સ્વયંના જીવનને સમાજ સેવા અર્થ સમર્પિત કરનાર આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીદદીજીના ૮૧માં જન્મદિવસ એટલે કે કાલે તા.૨૯ના બુધવારે  વિવિધ સામાજીક સેવાઓ સાથે ઉજવવામાં આવશે. જેના અંતર્ગત પ્રતિદિન રાજયોગનો અભ્યાસ કરતા અનેક ભાઇ-બહેનોને ભારતીદીદીજી ઇશ્વરીયજ્ઞાનનું રસપાન કરાવી આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર કરશે. સાથે સાથે વર્લ્ડ હાર્ટ ડે નિમિતે બ્રહ્માકુમારીઝ દ્વારા વર્તમાન સમયની જરૂરીયાત તથા અંગદાન - મહાદાન જેવા વિશેષ વિષયની જાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરેલ છે. ઉપરાંત ગરીબ વર્ગના દર્દીઓ તથા થેલેસેમીયા પિડીત બાળકોને પર્યાપ્ત લોહી મળી રહે તેવા હેતુથી સવારે ૯ થી ૧ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને પ્રભુપ્રસાદી તથા ઇશ્વરીયા સોગાત વિતરણ કરવામાં આવશે. તેમ બ્ર.કુ.અંજુદીદીની યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)