Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી નલિન તન્નાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ર૮ : વિદ્યાર્થી કાળથી જ સેવાના રંગે રંગાયેલા શિક્ષિત સંસ્કારી ધર્મપરાયણ અને માનવતાવાદી નલિનભાઇ તન્નાનો આજે જન્મદિવસ છે. સદ્દગુરૂદેવ રણછોડદાસબાપુમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. રકતદાન, ચક્ષુદાન તેમને ગમતી પ્રવૃતિ છે શહેરની વિવેકાનંદ યુથ કલબ, થેલેસેમીયા જનજાનગૃતિ અભિયાન સમિતિ, ચક્ષુદાન પ્રચાર, પ્રસાર સમિતિ એન.જી.ઓ. ફેડરેશન સહિતની સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે યંગસ્ટાર કલબ ઓફ રાજકોટ અને દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, ઢોલરાના યુવા ટ્રસ્ટી તરીકે સેવા આપી રહેલ નલિનભાઇ તન્નાને ૯૮રપ૭ ૬પ૦પપ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:23 pm IST)