Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

આકાશવાણીના આસીસ્ટન્ટ એન્જીનીયર ઉમેશ મહેતાનો જન્મ દિવસ : ૬૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૦ : આકાશવાણી રાજકોટના આસીસ્ટન્ટ એન્જીનીયર અને જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો આજે જન્મ દિવસ છે. અભ્યાસકાળ દરમિયાન બુક બેન્ક ચલાવવાથી માંડીને અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભેલ. ૧૯૭૮ થી વિવિધ આરોગ્ય કેમ્પમાં સેવા આપે છે. માતાના મઢ કચ્છ જતા યાત્રીકો માટેના સેવા કેમ્પમાં દરવર્ષે સેવા આપે છે. રકતદાનના હીમાયતી છે અને અત્યાર સુધીમાં ૩૦ વખત રકતદાન કરી ચુકયા છે. છેલ્લા ત્રણેક વર્ષથી ઉનાળુ છાશ કેન્દ્રમાં સમય આપે છે. નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં માનદમંત્રી તરીકે ૧૬ વર્ષથી કાર્યરત છે. ચક્ષુદાન - દેહદાન માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે. સફળ જીવનના ૬૦ માં વર્ષમાં પ્રવેશી રહેલ ઉમેશભાઇએ ૬૦ જેટલા ચક્ષુદાન કરાવી વિશેષ સિધ્ધી હાંસલ કરી છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(12:02 pm IST)