Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જૂનાગઢ ન્યુઝ ૧૮ ચેનલના પત્રકાર અતુલ વ્યાસનો જન્મ દિવસ

જૂનાગઢ : જૂનાગઢ ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલના પત્રકાર અતુલ વ્યાસનો આજે જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૬ માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

છેલ્લા ૧૩ વર્ષથી ઇલેકટ્રોનિક મીડીયા સાથે સંકળાયેલ અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વતની એવા અતુલ વિનોદભાઇ વ્યાસ મીડીયા જગતમાં એકટીવ રીપોટર તરીકેની છાપ ધરાવે છે. તેઓ હંમેશા સમાચારને પોતાનું કર્તવ્ય સમજી અને સમાચારોની દુનિયામાં અગ્રેસર રહ્યા છે અને હાલમાં જૂનાગઢ જીલ્લાના ન્યુઝ ૧૮ ગુજરાતીમાં રીપોર્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે આજે તેઓ ૪પ વર્ષ પુરા કરી ૪૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેના મો. નં. ૮૭પ૮૭ પ૧૪પ૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:41 am IST)