Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

આરસીસી બેંકના સીઇઓ, કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાનો જન્મદિવસ

રાજકોટ તા.૧૧: રાજકોટમાં અનેક પ્રતિભાઓ વસે છે, કેટલાક મુક્કર્મિઓ એવા છે કે જેમના નામ કરતા કામ મોટા હોય છે. આવા જ એક મુક્કર્મિ કે જેમનામાં સુઝબુજ, દિર્ધ દ્રષ્ટિ, લક્ષસિદ્ધિ, સુચારૂ વહિવટ જેવા ગુણો ઇશ્વરે ઠાંસી ઠાંસીને આપ્યા છે તેવા આર.સી.સી. બેંકના સફળ સીઇઓ ડો. પુરૂષોત્તમ પીપરીયાનો આજે ૫૯ મો જન્મદિવસ હોવાથી ચૌતરફ ચાહકો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

પૂર્વ લોહાણા મહાજન પ્રમુખ અને રાજકોટના જાણીતા ભામાસા સ્વ. જયંતીભાઇ કુંડલીયાની નજરે બકાલાની રેકડી ફેરવનાર ડો. પુરૂષોત્તમ પીપરીયા નજરે ચડતા તેમની ઓફીસમાં ઓફીસ બોય તરીકેની ઓફર કરીને કામ આપ્યા બાદ તેમના જીવન ઘડતરમાં શિલ્પી તરીકેની સફળ ભૂમિકા ભજવવાથી તે ડો. પુરૂષોત્તમ પીપરીયા આજે રાજકોટ કોમર્શિયલ કો.-ઓપરેટિવ બેંક, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશન, સ્વ. મીનાબેન જયંતીલાલ કુંડલીયા ટ્રસ્ટ, માલવીયા ટ્રસ્ટ, સાધુ વાસવાણી ટ્રસ્ટ સહિત અનેક ટ્રસ્ટમાં સી.ઇ.ઓ. તરીકેની સફળતાના શિખરો હાંસલ કરેલ છે.

બેંકની વિકટ પરિસ્થિતિમાં કલાર્કમાંથી સીધા જ સી.ઇ.ઓ. તરીકે પસંદ થનાર ડો. પુરૂષોત્તમ પીપરીયાએ સામાજીક વાતાવરણને દુષિત કરનાર આર્થિક કોૈભાંડીયાઓને આકરી સજા અને જેલ હવાલે કરી કોઇપણની સેહશરમ વગર કે ધાક ધમકીને વશ થયા વગર નિર્ભયપણે કોૈભાંડકારો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતા બેંક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી. આજે નફાકારકતાની દ્રષ્ટિએ દેશભરમાં અવ્વલ નંબરે છે.

બેંકના વિકાસ માટે અને ગુડ ગર્વનન્સ માટે વિશ્વ ભરની પચાસ ઉપરાંત નામાંકિત બેંકોની મુલાકાત લેનાર ડો. પુરૂષોત્તમ પીપરીયા યુરોપ ખંડના ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રીયા, સ્વીત્ઝરલેન્ડ, મોનાર્કો, મોન્ટેકાર્લો, નેધરલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, વાડુઝ તેમજ અમેરિકા ખંડના ન્યુયોર્ક, ન્યુજર્સી, વોશીંગ્ટન, નાયેગ્રા, ઓલેન્ડો, લાસવેગાસ, લોસ એન્જલસ, સનફ્રાન્સીસ્કો, સન લુઇસ, આલાસ્કા, કેનેડા, આફ્રિકાના કેન્યા, તાંન્ઝાનીયા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ચાઇના, કૈલાસ, નેપાળ સહિત દુનિયાના સાતેય ખંડના ૧૦૦ ઉપરાંત દેશ / પ્રાંતના કેન્દ્રનો પ્રવાસ કરેલ હોવાથી ડો. પુરૂષોત્તમ પીપરીયા વિશ્વ પ્રવાસી તરીકે પણ ઓળખાય છે.

હાડ ગાળતી ઠંડીમાં રપ વખત અમરનાથ યાત્રા કર્યા બાદ છેલ્લે કૈલાસ માનસરોવરની યાત્રા કરનાર ડો. પુરૂષોત્તમ પીપરીયા એશીયા, યુરોપ, અમેરિકા અને કેનેડાના હિમશિખરો ઉપર માઇનસ ડિગ્રીમાં સેંકડો રાતો વિતાવી હોવાથી મિત્રો હિમપુરૂષના હુલામણા નામે સંબોધે છે.

કાશ્મીર ખીણમાં અરાજકતા અને આતંકના ઓથાર હેઠળ પણ કુદરતને માણવા માટે કારગીલ અને ચીનના સીમાડા સુધી ખાબડખુબડ રસ્તા ઉપર સેલ્ફડ્રાઇવ કાર એડવેન્ચર, વિશ્વના ટોચ એડવેન્ચર સ્થળોએ બંજીજંપીંગ, સ્કાઇડ્રાઇવ, સ્કુબા, સીવોક, બલુન સહિત અનેક એડવેન્ચર કરનાર ડો. પુરૂષોત્તમ પીપરીયાને સાહસિક પુરૂષ કહેવું તે અતિશ્યોકિત નથી.

તેમના કોર્પોરેટ ગર્વનન્સના વિચારોને ધ્યાને લેતા રાષ્ટ્રીય કક્ષાના પ્રથમ હરોળના બેકિંગ ફન્ટીયર મેગેઝીન અને બેંકોમેગેઝીન તરફથી બેસ્ટ સી.ઇ.ઓ. તરીકેના એવોર્ડ સહિત કુલ ૨૦ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડો. પુરૂષોત્તમ પીપરીયાને ફ્રાન્સની ઇકોલ સુપીરીયલ રોબર્ટ ડી સોર્બન યુનિવર્સિટી તરફથી ડોકટરની માનદ્દ પદવી એનાયત કરવામાં આવેલ છે.

ડો. પુરૂષોત્તમ પીપરીયા સામાજીક અને વ્યવસાયીક ક્ષેત્રે લવાદ તરીકેની સફળ ભૂમિકા ભજવી આશરે ૭૦૦ કરોડ ઉપરાંતના કેસોમાં સમાધાન અથવા તો નિવેડો દ્વારા તકરારનો અંત લાવવામાં સફળ રહ્યા છે તે પૈકી મેરેજ ડિસ્પ્યુટ, કોૈટુંબિક વહેંચણીઓ, ચૂંટણીઓ સહિતની સામાજીક જવાબદારીઓ વિનામુલ્યે નિભાવે છે તે પણ નોંધનીય છે.

તાજેતરમાં રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકેની સફળ ભૂમિકા ભજવી હોવાથી તેમને લોહાણા મહાજનના સુચારૂ સંચાલન માટે યોગ્ય પોલિસીઓનું ઘડતર કરવાની અતિ મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવેલ છે.

મો.નં. ૯૪૨૭૨ ૨૦૫૪૪ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(11:57 am IST)