Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઇ લાવડીયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૯ : યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશ લાવડીયાનો આજે જન્‍મ દિવસ છે. મુળ વતન મોટાદડવા અને રાજકોટમાં રેવન્‍યુ ક્ષેત્રે વકીલાતની પ્રેકટીસ કરતા હરેશભાઇ રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્‍ય કેતનભાઇ મંડ સાથે કારકીર્દીની શરૂઆત કરી હતી. હાલ તેઓ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્‍કમાં તથા રાજકોટ નાગરીક સહકારી બેન્‍કમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટ ડીસ્‍ટ્રીકટ બાર સાથે પણ જોડાયેલા છે. જસદણ તાલુકા યુવા ભાજપ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સુપેરે નિભાવી ચુકયા છે. ભારતીય યાદવ મહાસભા, આહીર સ્‍ટુડન્‍ટ વેલ્‍ફેર ગ્રુપ, આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ જવા સામાજીક સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૭૮૭૮૫ ૫૧૪૫૬ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:24 pm IST)