Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વેરાવળ સોમનાથ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રેમભાઇ ગઢીયાનો જન્મદિવસ

પ્રભાસ પાટણ,તા. ૨૮ : અખિલ ભારતીય કોળી સમાજ વેરાવળ તાલુકા ના ઉપપ્રમુખ તેમજ વેરાવળ સોમનાથ શહેર કોંગ્રેસના મહામંત્રી માનવ સેવાને પ્રભુ સેવા માનીને સતત સેવામાં કાર્યરત રહેતા પ્રેમભાઈ ગઢીયા નો આજે ૨૬ મો જન્મદિવસ છે પ્રેમભાઈનો જન્મ ૨૮/૧/૧૯૯૭ના રોજ જન્મ થયો હતો બહુ જ નાની ઉંમરમાં પ્રેમભાઈ ગઢિયા બહુ જ મોટી કારકિર્દી બનાવી છે માનવ સેવા એજ પ્રભુ ના સૂત્ર ને જીવન મંત્ર બનાવી લેનાર નિખાલસ ચહેરો ધરાવતા પ્રેમ ભાઈ ગઢિયા કોળી સમાજના તેમજ પાર્ટીના અને હોદ્દા ઉપર બીરાજમાન છે. તેઓ દરેક સમાજને સાથે રાખીને વિકાસની દિશામાં આગળ વધતા આજે વટ વૃક્ષ બનીને તેમનો છાયડો પાથરી રહ્યા છે

પ્રેમભાઈ ગઢીયા અખિલ ભારતીય કોળી સમાજ વેરાવળ તાલુકાના ઉપપ્રમુખ પદે તેમજ કોળી ક્રાંતિસેના વેરાવળ તાલુકાના પ્રમુખ પદે તેમજ સર્વ સેના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ પદે તેમજ ગીર સોમનાથ જિલ્લા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ના મહામંત્રી પદે તેમજ વેરાવળ સોમનાથ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદે તેમજ યુથ કોંગ્રેસના પ્રદેશ સોશિયલ મીડિયાના સદસ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે. (મો. ૮૪૮૭૯ ૭૮૫૦૨)

(10:56 am IST)