Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

કોટડા સાંગાણીના યુવા પત્રકાર કલ્પેશ જાદવનો જન્મદિવસ

કોટડાસાંગાણી તા. ૪: યુવા પત્રકાર કલ્પેશ જાદવનો આજરોજ જન્મદિવસ છે.  તાલુકા રાજપરાના વતની અને કોટડાસાંગાણી તાલુકાના લોકોની સમસ્યાઓ તેમજ બનતી ઘટનાઓને પ્રીન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી તંત્ર અને લોકો સુધી પહોચાડતા હોય છે. તાલુકામાં બનતી ક્રાઇમની કોઇ ઘટના કે રાજકીય ગતીવીધી પર સતત નજર રાખતા હોય છે. નીડર રીતે પત્રકારત્વ કરી રહ્યા છે.  તેઓ રાજકોટથી પ્રસારીત થતા કેબલ ન્યુઝ નેટવર્કથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલ ગુજરાતની નામાંકિત ન્યુઝ ચેનલ અને અગ્રણી અખબારોમાં ખેડુતોના અને લોકોના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરી રહ્યા છે. તાલુકામાં ખુટતી સુવીધા નર્મદાનીર  પુરતા મળે  અને કોટડાસાંગાણીને બાયપાસ રોડ મળે તેવા સતત પ્રયાસો તેઓએ કર્યા છે. કોટડાસાંગાણી તાલુકાને લોકોની સમસ્યાને સતત ઉજાગરી કરી રહ્યા છે.  તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હોઇ કે પછી રોડ રસ્તા હોઇ પ્રશ્નો તેઓ સતત લોકો માટે નિશ્વાર્થ ભાવે કાલમ થકિ પ્રશ્નોને ઉજાગર કર્યા છે. મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનો ઈન્ટરવ્યુ લીધેલ છે. મીત્રો તેમજ સ્નેહીજનો દ્વારા જન્મદિવસ નિમિત્તે ઠેરઠેરથી તેઓના મોબાઇલ નંબર ૯૯૭૪૦ ૧૮૮૭૮ શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

(11:43 am IST)