Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આશીષ વોરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ મોઢવણીક સમાજના આશીષભાઈ વોરાનો આજે ૪૫મો જન્મદિવસ છે. પિતા જયસુખભાઈ વોરાના સેવાના સંસ્કારોને વળેલા આશીષભાઈ યંગસ્ટાર બ્લડબેંક, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, વિવેકાનંદ યુથ કલબ, એનીમલ હેલ્પ લાઈન, મોઢ વણિક મહાજન વિગેરે સાથે સંકળાયેલા છે. હાલ શ્રી સેલ્સ નામની વ્યવસાયીક પેઢી સંભાળી રહ્યાં છે. તેઓને (મો.૯૮૨૫૬ ૪૮૯૦૦)ના માતા વસુમતીબેન, પત્ની અંજલીબેન, દીકરી કૃપાલી, નાનાભાઈ મીલન (હાલ દુબઈ)એ શુભેચ્છા પાઠવી છે.

(3:52 pm IST)