Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પક્ષીવિદ્દ લાલસિંહ રાઓલનો ૯પમો જન્મદિન

ભાવનગર, તા. ર૬ : ગુજરાત પક્ષીસંરક્ષણ મંડળના પ્રમુખ અને પક્ષીવિદ્દ લાલસિંહ રાઓલનો આજે ૯પમો જન્મદિવસ છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ર૬ માર્ચ, ૧૯રપના રોજ થયો હતો.

તેમણે 'જીવનભરના સાથી આસપાસના પંખી', 'પાણીના સંગાથી', 'વન ઉપવનના પંખી', 'વીડ, વગડાના પંખી' એમ ચાર સચિત્ર અને શોભીતા સરળભાષામાં લખાયેલા પુસ્તકો લખીને પ્રકાશિત કરેલ છે. તેનાથી ગુજરાતના અસંખ્ય પક્ષીચાહકોને પક્ષી પરિચય મળેલ છે. આ પસ્તકો તેમની પક્ષી માટેની ગાઇડબુક જેવા બની ગયા હતા, તેમાના કેટલાકને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડો મળેલ છે.

લાલસિંહે લવકુમાર ખાચર સાથે મળીને ગુજરાતમાં અનેક પક્ષીમંડળો સ્થાપ્યા છે અને હિમાચલ પ્રદેશમાં મનાલી ખાતે પ્રકૃતિ શિબિરોનું સંચાલન કરી અનેક પક્ષી ચાહકોને માર્ગદર્શન આપ્યું છે તેમણે 'પંખીઓની ભાઇબંધી', 'ગુજરાતનું પંખી જગત' (પરિચય પુસ્તિકા), 'જીવનસૃષ્ટિ', 'પક્ષીઓ અને જંતુઓ' (અનુદિત પુસ્તકો) અને પક્ષી અંગે અંગ્રેજી પુસ્તક છે. ગુજરાતના પક્ષીપ્રેમીઓ સહિત તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(9:59 am IST)