Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

સબળ - સફળ નેતૃત્વ - શિક્ષણની મેઘાવી પ્રતિભા : ભૂપેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિન

રાજકોટ : બાલ્યકાળથી જ સબળ નેતૃત્વ થકી આગવી ઓળખ ઉભી કરનાર મેઘાવી પ્રતિભા ધરાવતા શિક્ષણજગતની શાન ગણાતા શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા આજે તેમના યશસ્વી જીવનના ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

રાજકોટ શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ અને હાલ રાજ્ય આચાર્ય સંઘમાં છેલ્લી ચાર ટર્મથી હોદ્દો ધરાવતા રાજકોટની ગણેશ વિદ્યાલયના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ એવા ભૂપેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા (મો.૯૪૨૬૪ ૮૩૫૧૮) (વાવડી - સાતુદડ)ને જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે. 'બચપન સે પચપન' (૫૫ વર્ષ)ની તેમની આ યાત્રા દરમિયાન તેઓએ પોતાના સંબંધિત તમામ ક્ષેત્રોમાં અપાર ચાહના મેળવી છે.

વારસાગત લીડરશીપ, નિતીમત્તા, મિલનસાર સ્વભાવ, સ્પષ્ટ વકતાપણુ અને બહોળા મિત્ર વર્તુળનાં કારણે તેઓ જિલ્લા પંચાયતના કો-ઓપ્ટ પૂર્વ સદસ્ય તેમજ શિક્ષક મંડળીના સહમંત્રી, શાસ્ત્રીનગર ટાઉનશીપના ડાયરેકટર, વાવડી સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ઘણા સમયથી હોદ્દાઓ શોભાવી રહ્યા છે.

(3:38 pm IST)