Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

માતા આનંદીબેનના રાજકારણના અનેક ચઢાવ ઉતારનાં સાક્ષી દિકરી અનારબેન પટેલનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૯: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સુપુત્રી અનારબેન પટેલનો આજે જન્મદિવસ છે.

કહેવાય છે કે, મોરના ઈંડા ચીતરવા નથી પડતાં. હા ! ખરેખર આ વાત તદ્દન સાચી સાર્થક કરી છે અનારબેન પટેલે, કે જેઓ ગુજરાત રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દિકરી છે. આનંદીબેન પટેલે જે રીતે તેમની કારકિર્દીની શરૂઆતથી જ સેવાકીય પ્રવૃત્ત્િ।માં ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની કારકિર્દી ઉજળી બનાવી તે જ રીતે આજે તેમની દિકરી સતત ગરીબોની અને જરૂરિયાતમંદની સેવામાં પોતાનુ જીવન સમર્પિત કરી રહ્યાં છે. માતા આનંદીબેનની રાજકીય કારકિર્દી સમયે આવેલા અનેક ચઢાવ ઉતારના અનારબેન સાક્ષી બન્યા છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, અનારબેન હમેશા માતાની પડખે ઢાલ બનીને ઉભી રહી છે. આનંદીબેન પટેલને અનારબેન નાનપણથી જ ખુબ વ્હાલી છે અને તેથી જ તેઓ હમેશા અનારબેનની સાથે જ રહેવાનું પસંદ કરે છે અને દીકરી સાથે પોતાના સુખ દુઃખની લાગણી રજૂ કરીને હળવાશ અનુભવી લે છે.

અનારબેન પટેલનો પહેલેથી જ એક માત્ર ધ્યેય હતો કે ગરીબ  સ્ત્રીઓને રોજગારી આપવી, રસ્તે રખડતા બાળકોને શિક્ષણ આપવું જેનાથી તેમના પરિવારનું ભવિષ્ય સુધારી શકાય, અને જુદા જુદા કારીગરોને યોગ્યતા અનુસાર ભથ્થા પ્રાપ્ત કરાવવા. આ ધ્યેય ને પ્રાપ્ત કરવા માટે આજે તેઓ રાત-દિવસ એક કરી અને કાર્ય કરી રહ્યા છે, તે માટે તેમણે ત્રણ એનજીઓ શરુ કરી છે. આ એનજીઓ એટલે માનવસાધના, ગ્રામશ્રી અને ક્રાફટરૂટ્સ. ગામશ્રીની અંદર સ્ત્રીઓને એમ્બ્રોડરી, પેચવર્ક અને ભરત ગુંથણની તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેઓ સ્વ-રોજગારી પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત  સ્ત્રી પોતાનો આત્મવિશ્વાસ વધારી શકે તે માટે આરોગ્ય,શિક્ષણ અને નાણાંની યોગ્ય વ્યવસ્થા કેવી રીતે કરી શકાય તેના વર્કશોપ પણ આયોજિત કરે છે. ગામશ્રી સંસ્થા એ અમદાવાદ, પાટણ અને કચ્છ વિસ્તારોમાં કાર્યરત છે. આ દ્વારા અનાર બહેન એ  સ્ત્રીઓના ભવિષ્યને સુધારવામાં સતત કાર્યરત છે. ઉપરાંત તેઓ માનવસાધના સંસ્થા સાથે પણ જોડાયેલા છે. માનવસાધનાનો મુખ્ય હેતુ બાળકોને પોષણયુકત ખોરાક આપવાનો અને તેમને આરોગ્ય માટે જાગૃત કરવાનો છે. ધીરે ધીરે અનારબેન અને તેમના પતિ જયેશભાઈની અથાક મહેનત ને કારણે અત્યારે ૮૦૦૦  સ્ત્રીઓ તથા બાળકો અને ૩૫ જુદા જુદા વિકાસ અને સેવાને લખતા પ્રોજેકટ સાથે કાર્ય કરી રહ્યા છે જે સામાજિક વિકાસ કરવા માટેનું ઘણું મોટું પગલું છે.  આ ઉપરાંત માનવ સાધના ઘણા બધા વિચારપ્રેરક કાર્યક્રમ પણ કરે છે જેને કારણે ગરીબ લોકોને મદદ કરી શકાય. અને તેમના હેલ્થ અને હાયજીનનાં પ્રશ્નોનું બને એટલું નિરાકરણ લાવી શકાય.

(4:56 pm IST)
  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST