Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ગુ.પ્ર. કોંગ્રેસ સમિતિના મહામંત્રી કમરૂભાઇ ભાયાણીનો જન્મ દિવસ

રાજકોટ, તા. ર૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના મહામંત્રી કમરૂભાઇ ભાયાણીનો આજરોજ પ૦મો જન્મદિન છે. તેઓ તા. ર૦-૭-૧૯૭૦ના રોજ જુનાગઢ શહેરમાં જન્મેલા છે. તેમજ તેઓ જુનાગઢના મૂળ વતની ઘેલાભાઇ ભાયાણીના સુપુત્ર છે તેમજ શ્રી ભાયાણી વિદ્યાર્થીકાળથી લોક સેવા કરવા માટે તત્પર રહ્યા છે તેમજ તેઓ હાલ રાજકોટ શહેરમાં લોક સેવા કરી રહ્યા છે. તેમજ અનેકવિધ સેવાકીય સંગઠનો અને સંસ્થાઓ સાથે સંકળાયેલ છે તેમજ તેઓ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. વિભાગના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ સમગ્ર ગુજરાત અને રાજકોટ કોંગ્રેસ પરિવાર તરફથી ચોમેરથી મો. ૯૭ર૬૦ રપપપ૮ પર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

કોંગ્રેસ પરિવાર અમિતભાઇ ચાવડા, અહેમદભાઇ પટેલ, ઘનશ્યામભાઇ ગઢવી, ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠીયા, અતુલભાઇ રાજાણી, આમદભાઇ જીન્દાની, જીગ્નેશભાઇ સભાળ, મેરામભાઇ ચૌહાણ, ભુપતસિંહ રાઠોડ, રમેશભાઇ રાજગોર, વાસુરભાઇ ડાંગર, કુમારભાઇ રાઠોડ, ઇબ્રાહીમભાઇ સોરા વગેરે કોંગ્રેસ પરિવારના સભ્યોએ શુભકામનાઓ પાઠવી છે.

(3:26 pm IST)