Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

બાપુ ઘણુ જીઓ.... શંકરસિંહ વાઘેલાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ર૦ : રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિપક્ષી નેતા શ્રી શંકરસિંંહ લક્ષ્મણસિંહ વાઘેલાનો જન્મ તા. ર૧ જુલાઇ ૧૯૪૦ ના દિવસે થયેલ આવતીકાલે ૮૦ માં વર્ષમાં પ્રવેશ કરશે તેઓમૂળ ગાંધીનગર ખાતેના વાસણા ગામના વતની છે.હાલએન.સી.પી.ના પ્રદેશના સુકાની છે.

શ્રી શંકરસિંહ વાઘેલા ૪ વખત લોકસભાના સભ્ય અને એક વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપ-કોંગ્રેસ બન્નેના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે.

રા.જ.પા.સરકાર વખતે મુખ્યમંત્રી હતા. જનમાનસ પારખવાના નિષ્ણાંત ગણાય છે રાજ્યના બન્ને મુખ્ય પક્ષના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા હોય તેવા એક માત્ર લડાયક ગુજરાતી નેતા છે. મો.૯૮રપ૧ ૧૧૮પપ ગાંધીનગર

(11:35 am IST)