Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

જાણીતા ગ્રાફીક ડિઝાઈનર રશ્મિનભાઈ વાલંભીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ જાણીતા ગ્રાફીક ડીઝાઈનર રશ્મિનભાઈ વાલંભીયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ૧૯૯૨માં કટીંગ- પેસ્ટીંગ, એન્લાર્જર- ડાર્કરૂમ- રોટરીંગ- સ્ટેડલર પેન વગેરે ટેકનોલોજીથી ગ્રાફીક ડીઝાઈન ક્ષેત્રે શરૂઆત કરી ત્યાર બાદ ૧૯૯૫ એરગન તથા કમ્પ્રેશરથી એરોગ્રાફી (સ્પ્રે વર્ક)થી કલર ડીઝાઈન બનાવવાનું શરૂ કર્યા બાદ ૧૯૯૯માં એપલ કંપનીનું ૨૦ એમ.બી.હાર્ટડીસ્ક તથા ૨ એમબી રેમના કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર ક્ષેત્ર પદાર્પણ કરી તેમજ ૨૦૦૨માં ફુજીનો ડીજીટલ કેમેરો લઈ પ્રોડકટ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી. રશ્મિનભાઈને મિત્રવર્તુળ તરફથી મો.૯૯૧૩૫ ૫૩૦૩૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:05 pm IST)